પુષ્પાબેન ને શ્રધાંજલિ;
માટી ની સુગંધ એ પુષ્પ માં ફેલાઈ ગઈ,
.................................................
હતી સુગંધી માટી પાળિયાદ ની, એ પુષ્પ માં મહેકતી રહી,
સુંદરતા એ પુષ્પ ની જે આંખો ને ગમી ગઈ.
મહેકતી સુગંધ એક નાંક માં ફેલાઈ ગઈ,
હ્રુદય ખુલ્યું ને પુષ્પ ની સુગંધ, એક હૈયા મા વસી ગઈ.
ચરણો માં ' સુમતિ ' નાથ નાં ,એમની જીંદગી બની ને રહી,
એક નો શ્વાસ બીજા ની ધડકન બની રહી.
બે દિવસ માં કરમાતા ,એ ફૂલ ની કથા બની ગઈ.
સુગંધ માટી ની એ પુષ્પમાં ફેલાઈ ગઈ,
માટી ની સુગંધ આજ માટી માં મળી ગઈ.
માટી ની સુગંધ આજ માટી માં ભળી ગઈ.