ચાહું છુ કેટલાય સમયથી તને,
પણ તમે મને સમજી શકતા નથી.
હર ઘડી નીહાળવા આપને દિલ છે બેતાબ,
પણ તમે મારી વેદના સમજી શકતા નથી.
ઘણા સમય પછી પણ તમેં ના મળો ત્યારે,
મનમાં થાય છે કે ઝઘડો કરીશ તારા થી.
પણ જયારે તમારું હસતું મુખારવિંદ દેખાયે છે.
ત્યારે ગુસ્સો બરફ ની જેમ ઓગળી જાય છે.
દિલ થોડી વાર માટે ખુબ ખુશ થઇ જાય છે.
પણ મારી મનની મુંઝવણ તમે સમજતા નથી.
હું મારા દિલ ની વાત તમને જણાવી શકતી નથી.
રાહ જોઉં છુ એક દિવસ તમે આવશો મારી પાસે,
પણ ઈશારો તમે સમજી શકતા નથી.
દુઃખી છુ પણ તમને ભૂલી શક્તિ નથી.
-Het