કૂંપળ
હસતાં જોઇને હસતી ફૂંપળ ;
રડતાં જોઇને રડતી ફૂંપળ;
બસ મન જોઈને મલકાતી ફૂંપળ.
ભાડાનું તો ઘર હતું. ઘરના લોકોની ના હોવા છતાં કહાની એ બે આસોપાલવ રોપી જ દીધા. મકાન વેચવાનું હોવાથી મકાન માલિકે તાત્કાલિક ઘર ખાલી કરાવ્યું. ઘર ખાલી કરતી વખતે કહાનીને ચિંતા હતી તો માત્ર આસોપાલવની .મેઘા લોકોએ આ મકાન ખરીધું હતું. મેઘા પાસેથી આસોપાલવ ને ઉછેરવાનું વચન લઈને કહાનીએ ભારે હૈયે મકાન ખાલી કર્યું. ઘણાં સમય પછી કહાનીને એ બાજુ જવાનું થયું. પોતાના જૂના ભાડાના ઘરમાં જઈને જુએ છે તો ઘણાં સમયથી નવાજૂની ની રાહ જોતા મેઘાના ખોળામાં રમતાં જોડિયા બે બાળકો અને આંગણાંમાં ખીલેલાં આસોપાલવની હસતી બે ફંપળો.