સરસ ભાસે , શશી જો ને ,
મૃદુલ સ્મિતે, હસી જોને;
હટાવી આવરણ દિલ થી,
બહારી દ્રશ્યથી ખસી જોને;
છે વ્યાકૂળ મન તો ચિંતામાં,
કરી ચિંતન, તું મટી જોને;
પ્રકાશિત છે સ્વયં આત્મા ,
તું ચિત ચૈતન્ય, ઘસી જોને
થશે આનંદ , માંહી જીવન,
તું અર્પણ દિલ , કરી જોને;
-મોહનભાઈ આનંદ