#માનસિક
હું ફૂલ નહીં શૂળ છું..
હું કુરૂક્ષેત્રની ધૂળ છું..
હું ભલે રહી એક અબળા નારી..
વિચારજે, તારા અસ્તિત્વ પર હું ભારી..
હું બુંદ નહીં સરોવર છું..
હું બીજ નહીં તરુવર છું..
હું ભલે રહી એક અબળા નારી..
વિચારજે, તારી ફાવશે નહીં કોઈ ચિમકારી..
હા, હું ભારતભોમની નારી
માનસિક સમજ કે માનસિકતા મારી
વિચારજે, તારી વધી ગઈ છે હોંશિયારી..