બાળપણ ની શરૂઆત ના ૨-૩ વર્ષ માટે પોસ્ટમેન એટલે કે ટપાલી ને આવતા જતાં જોતા. જ્યારે કોઈ મોટા કે ખુશીનાં કે મહત્વ ના સમાચાર મળતાં તો ઘર ના મોટા સદસ્યો ૫૦એક રૂપિયા આપતાં તે જોઈને અજુગતું લાગતું પણ ટપાલ મળવાની અને તેને ખોલી ને વાંચવાની અને તેને સાચવીને સાંભળીને મૂકવાની તમામ વિધિઓ નજર સમક્ષ જોતાં. પણ નસીબ એટલા સારા નહોતા કે અમને પણ એ વિધિ માં ભાગ લેવા મળશે કેમકે પછી તો મોબાઈલ ને બધું..
તોહ, આજે જ્યારે દર મહિને હજારો રૂપિયા ઇન્ટરનેટ ના CUT, COPY અને PASTE ના સમય પાછળ ખર્ચ થાય છે ત્યારે પેલા ટપાલ દેવા આવનાર કાકા ને આપવાના ૫૦એક રૂપિયા નું મહત્વ સમજાય છે.
#પોસ્ટમેન