#પોસ્ટમેન
ટ્રીન ટ્રીન પોસ્ટમેન ની સાયકલ ની બેલ વાગી
પગ માં ઉત્સાહ નો સંચાર લાવી
ખાખી કપડાં થી બીક લાગતી પરંતુ ટપાલી નો
ખાખી રંગ જોઈ આનંદ ની લાગણી થતી
ખુશી આનંદ ઉત્સાહ સાથે કોઈક દુખ ની વાતો
ટપાલી ના થેલા માં એક સાથે રમતી હોય
ટપાલી આખા ગામ નો ભોમિયો હોય
સૌ ના ઘર ની સુખ દુઃખ ની વાત જાણતો હોય
શિયાળો, ઉનાળો હોય કે ચોમાસુ
ટપાલી દરેક ને સમાચાર પહોંચાડે સમયસર
હાસ્ય સદા એના મોં ઉપર રમતું હોય
સદાય સાદાઈ થી જીવન જીવતો હોય
ટ્રીન ટ્રીન પોસ્ટમેન ની સાયકલ ની બેલ વાગી
પગ માં ઉત્સાહ નો સંચાર લાવી