આ તે કેવી કમાલ થઈ ...
ગઈકાલે મારા
સુંદર સપનાઓની,
એક વિમાન સાથે
તકરાર થઈ ગઈ...
કોણ વધુ ઊંચે ઉડે
એના પર દલીલ થઈ ....
દલીલ હાથાપાઇમાં
તદબીલ થઈ ગઈ...
થયું કે સપનાંઓ મારા
ચુરચુર થઈ ગયા હશે,
પણ વિમાનની એક પાંખમાં
તિરાડ થઈ ગઈ....
આ તે કેવી કમાલ થઈ ...
#મારીરચના
#વિમાન