શબ્દો સાંભળનાર તો ઘણાય મળશે,
મારી ખામોશી સાંભળવા તું જ જોઈએ,
આંસુ મારા લુંછનાર ઘણાય મળશે,
આંસુનું કારણ જાણવા તું જ જોઈએ,
ગીતો સાંભળનાર ઘણાય મળશે,
ગીતોનો દર્દ સમજવા તું જ જોઈએ,
હસાવનાર તો ઘણાય મળશે,
હાસ્ય પાછળનું રુદન સમજવા તું જ જોઈએ,
વિસામા તો ઘણાય મળશે રસ્તામાં,
જીવનનો થાક ઉતારવાતો તું જ જોઈએ,
ઘડી બે ઘડી સાથ આપવા ઘણાય મળશે,
છેલ્લા શ્વાસ સુધી તો તું જ જોઈએ.
B+ve
-Krishna