કૂતુહલવશ ઉઠેલા પ્રશ્નો!
હતા નાના ત્યારે વિમાનને જોઈ થતાં કાલાઘેલા સવાલો બાળ મનમાં,
માતા-પિતા એ પહેલા બતાવ્યું હશે વિમાન આકાશમાં,
ત્યારબાદ અવાજ તેનો સાંભળી ખુદ દોડી જતા તેને જોવા,
ત્યારે અનાયાસે સવાલ થઈ જતો કે આ વિમાન કેવી રીતે ઉડતું હશે આટલી ઉંચાઈ પર,
શું તેને પણ પંખીઓની જેમ પાંખો હશે?
આમ આપણે પણ પાંખ હોય તો ઊડી શકીએ,
રાતે અગાશી પર સૂતા હોઈએ અને જોઈએ વિમાન,
તો થાય કે આને લાઈટ કેમ થાય છે?
હવે મોટા થયા પછી તર્કથી વિચારીએ તો સમજાય છે કે રાતે પંખી અમુક ઉડતા હોય તો એ ભટકાય ન જાય વિમાનને,
આથી રાખી હશે તેને લાઈટ,
બાળપણમાં કાયમ વિચારતા કે ક્યારે સફર કરીશું વિમાનની,
અને તે આમ આપણા રોકવાથી રોકાઈ કેમ ન જાય,
તેવું પણ વિચારતા એક નાદાન બાળક તરીકે,
અને પછી જ્યારે એ પસાર થતું આપણી અગાશી તરફથી ત્યારે એને 'આવજો' પણ કહ્યું હશે,
ત્યારે સમજ એટલી ન હતી કે આપણે હાથ ઉઠાવીને કહેલું આવજો ન તો મુસાફરને ખબર પડશે કે ન તો વિમાન ચાલકને,
પણ હતી એ નાદાની ની મજા જ કંઈક ઔર!
#વિમાન