* ઉજળા પૂતળા *
સાતિર દિમાગથી તો ખાલી છેતરી શકાય
ભેળા રેહવા માટે તો ભોળા બનવું પડે
ને કોણે કહ્યું કે,,
હોશિયારીથી તો સૌના દિલ જીતી લેવાય
હાચો પ્રેમ કરવા તો ઓધળા બનવું પડે
ભેગુ કરવાથી તો ખાલી ઘર ભરાય
ભવની ભૂખ ભાગવા તો પૂતળા બનવું પડે
એક વાત તો છે,,કે
સાથે રાખવા હોય સૌને તો
દૂધથી ધોળા ને આગ થી ઉજળા બનવું પડે
કે,, સારું નરસું તો કહેતી રહેશે દુનિયા
ખારા દરિયામાં સમાવું હોય તો મોળા બનવું પડે
ને એવું નથી કે,,
આગળ જઈ આનો કોઈ અંત આવશે
પારકા ને પોતાના કરવા તો સદાય સુવાળા બનવું પડે.--