Gujarati Quote in Quotes by Rajeshwari Deladia

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનરૂપી ઈમારતનું ઘડતર સત્યરૂપી પાયાથી થાય છે.જેમ કોઇપણ ઈમારત બનાવવા માટે એનો પાયો મજબૂત હોય એ ખૂબ જરૂરી છે.એજ મહત્વ છે સત્યનું જીવનમાં.

સત્ય જીવન જીવવા માટે બળ પુરુ પાડે છે.જે મનુષ્ય જીવનમાં સત્યનો માર્ગ અપનાવે છે એને ક્યારેય કોઈની સામે બોલવા માટે વિચાર કરવો પડતો નથી. સત્ય જીવનને હિંમત પુરી પાડે છે.

સત્ય એટલે સાચી હકીકત.સત્યની હંમેશા જીત થાય છે.એટલે જ આપણા ભારતીય ન્યાય તંત્રમાં લખવામાં આવ્યુ છે."सत्यमेव जयते" સત્યની હંમેશા વિજય થાય છે.ગાંધીજી એ પણ આઝાદી મેળવવા માટે સત્ય અને અહિંસાનો માર્ગ અપનાવ્યો હતો.તેમ જ આપણા પવિત્ર ગ્રંથમાં પણ સત્યનો મહિમા બતવવામાં આવ્યુ છે.

આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી કહેતાં કે,

"સત્ય એ જ ઇશ્વર છે".

રાજેશ્વરી

#અહિંસા

Gujarati Quotes by Rajeshwari Deladia : 111586989
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now