કામ ન આવે એવા સંબધો પણ શું કામ ના
સાથ ન નિભાવે એવા સંબધીઓ પણ શું કામ ના
દુઃખ માં દૂર થઈ જાય છે અહીં
સુખ જોતા એ પાસે થઈ જાય છે અહીં
એવા સંબધોથી દૂર રહેવું સારું
સાથ હોય તો પણ એ શું કામ ના
કામ વિના કોણ યાદ કરે છે અહીં
કામ નીકળી જતા ફરિયાદ પણ કરે છે અહીં
નામના જ જે રહે કેવળ સંબધો
કામ ન આવે એવા સંબધો પણ શું કામ ના
સાથ રહેવા ખાતર જ જે સાથે રહે છે
જરૂર પડ્યે સાથ પણ ન નિભાવે
બોજ બની રહે છે જિંદગીમાં એવા સંબધો કાયમ
એવા સંબધીઓ દૂર રહે એજ કામ ના
કામ ન આવે એવા સંબધો પણ શું કામ ના
સાથ ન નિભાવે એવા સંબધીઓ પણ શું કામ ના
એવા કોઈ સગા હોયતો પણ શું કામ ના
હેતલ. જોષી... રાજકોટ