આત્મા છે અજાણ્યાં ગ્રહનો,
ક્યાં ક્યાં એ ફરતો રહેતો,
ફરી ફરીને થાકે ત્યારે
શરીરરૂપી ખોળિયું ધારણ કરતો,
જિંદગીના અલ્પવિરામ પુરા કરતો,
દેહ ધારણ ને લીધે સબંધો ધરતો,
અંતે માયા સંકેલીને દેહ છોડતો,
રહેતો આત્મા અમર, બીજા ગ્રહ જતો,
જન્મ મરણ ના ચક્કરમાં ફરતો,
જાણ્યા અજાણ્યાં ગ્રહ પર ફરતો.
""અમી'"
-અમી