#આવાસ
સૌ કોઈ ભેગા મળી રહેતા
શાંતિ ની જ્યાં સુવાસ હોય
ભાઈચારાની વાતો હોય
સહનશીલતા જ્યાં વસી હોય
એકબીજા માટે સન્માન હોય
લાગણી ની ભરમાર હોય
એકબીજા માટે મરી મીટવા ની ભાવના હોય
જ્યા સુખ શાંતિ ની ગંગા વહેતી હોય
ઈશ્વર પણ ત્યાં જન્મ લેવા તરસ્યા હોય
હિરેન કહે ખરા અર્થ મા એ "આવાસ" હોય