#આવાસ ,
જ્યાં પહોંચતાં જ અપાર શાંતિ મળે
જેમાં સંસ્કારોનું ઘડતર થાય છે,
જ્યાં, સપનાઓનું વાવેતર થાય છે,
જેમાં મનભેદ,મતભેદ થાય
રિસામણા,મનામણાં થાય,
મસ્તીનો કલશોર સંભળાય,
જ્યાં કોઈ બગીચો બનાવે
કોઈ મંદિર બનાવે
કોઈ ગેલેરી ને પસંદ કરતું હોય
કોઈને આંગણું ગમતું હોય,
દુનિયાના કોઈ પણ ખૂણે જાય તોપણ
જે ઘર ની યાદ આવે તે આવાસ.