સરકારે બહાર પાડી આવાસ યોજના ગરીબ માટે,
જે નથી સમર્થ ખુદનું ઘર બનાવવાને,
અને ફાયદો લે છે તેનો મધ્યમ અને ઉચ્ચ વર્ગ,
છે ખરેખર સક્ષમ છે મકાન પોતાનું વસાવાને,
કાયમ આવું જ થતું આવે છે,
સરકારી કોઈ પણ યોજના સમાજના નીચલા સ્તર સુધી ન પહોંચે,
જો કોઈ ગરીબ કે નિરક્ષર ને ન હોય જાણ તેમને લગતી યોજના વિશે,
તો છે આપણી ફરજ તેને જાણ કરવાની અને તેને એ યોજનાનો લાભ લેવા મદદરૂપ થવા,
પણ ખબર નહીં કેમ હંમેશા રહે છે તે વંચિત તેમની યોજનાથી?
શું સરકાર નિષ્ફળ છે એ યોજનાઓને સફળ બનાવવા,
કે વચેટિયાઓ ફાવી જાય છે આમાં?
*સત્ય હકીકત પર કવિતા દ્વારા પ્રકાશ પાડવાનો પ્રયાસ
*કોઈને મનદુઃખ થાય તો ગુસ્તાખી માફ
#આવાસ