*આપી તો જુઓ* !!
દુ:ખી , અસહાય વ્યક્તિ નું ગમ બાંટી તો જુઓ..
રડતી વ્યક્તિ ને ખભો આપી તો જુઓ...
મદદ માંગવા આવનાર નો સહારો બની તો જુઓ...
ભૂખ્યા ને અન્ન -જળ આપી તો જુઓ...
ગરીબો ને દાન પ્રદાન કરી તો જુઓ...
સત્ય હકીકત ની લડાઈ લડી તો જુઓ...
‘માફી’ માંગનાર ને ‘માફી’ આપી તો જુઓ !!
“ક્ષમા વિરસ્ય ભૂષણમ્”
‘ક્ષમા’ એટલે ‘ માફી’ વીરો નું આભૂષણ છે.
માફી માંગનાર કરતાં માફ કરનાર મહાન હોય છે.
અને માફ કર્યા પછી નો જે અહેસાસ હોય તે અનુભવી તો જુઓ !!!
#માફી
#’હેત’