Gujarati Quote in Poem by Nicky@tk

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વીતી જશે તારા વિરહમા આ દિવસો
પણ તને ભુલી આગળ કેમ વધી શકાશે
કોઈના વગર જીવી જવાશે આ જિંદગી
પણ તને યાદ કર્યા વગર કેમ રહી શકાશે
હતો થોડો સંગાથ આ જિંદગી નો તારી સાથે
પણ તે સંગાથ વગર એકલા કેમ ચાલી શકાશે
જવા વાળા તો જતા રહે છે કહેે છે એવું બધા
પણ તારા જવાનું દુઃખ કેવી રીતે સહી શકાશે
બીજા માટે હસ્તા ચહેરે આ જિંદગી જીવી પણ લેવાશે
પણ તારા વગર એક ક્ષણ પણ કેમ જીવી શકાશે
વિચાર કર્યો હશે તે પણ મારી આ જિંદગીનો
પણ ઈશ્વરની મરજી આગળ તું પણ શું કરી શકે
છુટ્યો છે હાથ ને ખુટયો છે શ્વાસ આ જિંદગીથી
પણ પ્રેમસાગર રુપી આ બંધન કેમ કરી છોડી શકશે
મળીશૂં ફરી બીજા જન્મે એમ કહી તો ગયો તું
પણ તારા વગર આ જન્મ જ કેમ પુરો કરી શકાશે
nicky Tarsariya
03/10/2020

Gujarati Poem by Nicky@tk : 111584462
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now