હરિ તું હાથ મારો હવે ઝાલ.
તું વરસાવને તારું બસ વ્હાલ.
પ્રેમપૂર્ણ પુરુષોત્તમ પ્રભુ પછી,
પંપાળજે સ્નેહથકી તું ગાલ.
તારા નયનથી મળે જ્યાં નૈન,
ગ્રહો બદલી નાખે એની ચાલ.
હે હરિવર હોય આશરો તારો,
રક્ષક બનીને રક્ષનારો તું ઢાલ.
ગાઉં ગીત તારું સંગીત વિના,
તોય તને લાગે એમાં સૂરતાલ.
પરાકાષ્ઠા પ્રેમની પ્યારા પ્રભુ,
તારા શરણે છે હાલ હવાલ.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.