વાતો કરું હું એકાંતે તારી સાથે ........
કર તારા રાખ......
મારા શીરે સદા આષિશ સાથે........
ભૂલી પડુ જો હુ કદી કોઈ રાહે........
ચીંધાડે મારગ તુ રહે નાથ આગે..........
ડગે જયાં વિશ્વાસ જગતને કાજે........
અડગ હિમાલયની ,યાદ નાથ દેજે........
સ્થિર કદી થાય મારી ગતી કોઈ વેગે......
વહેતાં ઝરણાંમાં દર્શન તુ મને દેજે.........
હું તારી દાસી, સ્થાન ચરણે તારા દેજે.......
ઝાકળ સમી બુંદ છું,પર્ણે બચાવી લેજે........
🙏જય શ્રીકૃષ્ણ 🙏