Gujarati Quote in Poem by Sahil Gusai

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આવા સંસ્કાર હોય તો રેપ શુ થાય તમારા બાળકો ને ફિલ્મો નહિ આવી સ્ટોરી સંભળાવો*

જોગીદાસ ખુમાણ ધણહેર માથી નીકળ્યા.....એક અઢાર વીસ વર્ષ ની દિકરી ને એટલું પુછ્યુ..."બેટા કોઈ છે આજુંબાજુંમા..?"
"ના મારા મામા ને ત્યાં મોટી થાવ છું મા-બાપ મરી ગ્યા છે..."
જોગીદાસ ખુમાણે આગળ વાત કરી કે,"બેટા હું એમ નથી કહેતો પણ..
આમ એકલી તું ધણહેર મા ઢોર ચારે છે તો...
તારી ઈજ્જત ની તારા શીયળ ની તને બીક નથી લાગતી બેટા...!!"
ત્યારે, એ અઢાર વીસ વર્ષ ની ધણહેર મા ઢોર ચારતી દિકરી બોલી હતી કે, "અમારા વિસ્તાર મા જોગીદાસ ખુમાણ ના બહારવટા છે...બાપું ..
(એ દિકરી ને ખબર નથી કે આ જોગીદાસ પોતે છે) કોની તાકાત છે કે, મારી સામે પણ જોઈ શકે..."

ત્યારે આપા જોગીદાસ ખુમાણે સુરજ નારાયણ સામે દ્રષ્ટ્રિ કરી ને બેઈ હાથ ઉંચા કર્યા,અને એટલુ બોલ્યા કે,
"ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા ભામણા..
મરણ જીવણ લગ માણ રાખજે કશ્યપ રાવ..."
હે...કશ્યપ ના પુત્ર સુરજનારાયણ મારુ બહારવટું હાલે કે ના હાલે.... પણ આવી વિસ અઢાર વર્ષ ની દિકરીઓ જો મારી ઉપર વિશ્વાસ રાખી ને આમ વગડા મા ઢોર ચારતી હોય તો હું જીવું ત્યા સુધી મારી ઈજ્જત આવી ને આવી રાખજે...બાપ.

એવી જ રીતે, તમારી શેરી મા કે, ગામ મા... કે, સોસાયટી મા આવી નાની દિકરીઓ, એક વિશ્વાસ રાખતી હોય ને તો એનો વિશ્વાસ તુટે નહીં, અને આપણી ભારતીય સભ્યતા ની લાજ ન જાય... એટલા માટે, કોઈ એકલી બેન દિકરી ને જુઓ ત્યારે સોરઠ ના મહાપુરુષ ને યાદ કરજો, અને વિચારજો કે, આપણે તો આવા આદર્શો લઈ ને જીવનારી પ્રજા છીએ...
.. #જય_માતાજી 🚩🙏🏻


હું આ વાત થી સહમત છું તમે હોવ કે ના હો એના થી મને કોઈ ફરક નથી પડતો ......

Gujarati Poem by Sahil Gusai : 111584140
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now