🙏🏻 નમતો હતો, નમું છું અને નમીશ,
સંબંધ સાચવવા.,
બાકી, લાચાર ત્યારે પણ નહતો,
અને આજે પણ નથી.
🌹 કોઈને દુઃખ ના થાય એ માટે
મૌન વજનદાર રાખું છું.
નહિતર શબ્દો તો...
હું પણ ધારદાર રાખું છું.!
🌹 જીભ કડવી છે મારી...
પણ દિલ સાફ રાખું છું,
કોણ ક્યારે અને ક્યાં બદલાયા...
બધો હિસાબ રાખું છું.
🌹 હું ઘણું બધું જાણું છું,
પણ અજાણ રહું છું.
ના બોલવું એ મારી કમજોરી નહીં
પણ મૌન રહેવું એ મારી તાકાત છે.
👍 જ્યારે-જ્યારે ચૂપ રહ્યો છું
સૌને સારો લાગ્યો છું,
પણ જ્યારે સાચું કહ્યું છે
પારકા તો ઠીક...
પોતાનાઓને પણ
કડવો *ઝેર* લાગ્યો છું.
😡 હક થી પૂછશો તો...
શ્વાસોશ્વાસની ખબર આપીશ,
શંકાએ જો સ્થાન લીધું તો
મોતની પણ ખબર નહીં આપું.
😡
મૌન ખાલી સમય છે,
બાકી બધી ખબર હોય છે....
કે કોની પાછળ કોણ છે....
🌹
🙏🏻 બધા પાઠ
કિતાબોમાં નથી હોતા.
કંઈક તો
અનુભવોમાંથી પણ શીખવું પડે છે...!!
"SK"