ના મળે તમારા જેવો કોઈ બીજો ' બાપુ'
રાયને છે ઘીકેળાંને રંકને તો રોઝો ' બાપુ'.
ચરી ખાય છે કેટકેટલા તમારા નામ થકી,
કદીએ એવાની ખબર તમે લેજો ' બાપુ'.
સત્ય, અહિંસાની વાત પડી ગઈ વિસારે,
ક્યાં કોઈ કોઈનો જાળવે મલાજો ' બાપુ'.
મોટો નાનાને દબાવે એ દશા છે આપણી,
સુધરવા કાજે છે સમયનો તકાજો ' બાપુ'.
ના વિચારશો આ બાજુ આવવાનું ભૂલથી,
નહીં જોઈ શકો અત્યાચાર ઝાઝો ' બાપુ'.
કોટિ કોટિ વંદન યુગપુરુષ જન્મદિને કરું,
નથી જોવા મળતી હવે દેશદાઝો ' બાપુ'
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.