એ રહે છે માત્ર નિજ ફરિયાદમાં,
કંઈ નથી દમ જિંદગીની વાતમાં.
હસવું એનું રડવું એનું મરજી મુજબ,
જીવન મરણ આપણાં ક્યાં હાથમાં?
ક્યાં ગયા? તોડી સગાઈ આપણી,
આજ લગ છે લાગણીઓ ઘાતમાં.
આવતાની સાથ ધબકારા વધે!
આ હશે શું એમનીયે યાદમાં?
એ જ કારણસર મને છોડી ગયા,
કે હું ન્હોતો એમની એ નાતમાં.
જાત બાળી પણ તમોને સાચવે!
એમને મળતું હશે શું ત્યાગમાં?
અક્ષ એકે ક્યાં ફળી છે યાચના?
રક્ત જાયે આસુંઓની સાથમાં.