#જ્યોતિષ
ઇલેક્ટ્રિક નો કરંટ દેખાય નહીં
પણ જીવતા વાયર ને અડતા લાગે ઝાટકો
ભગવાન દેખાય નહીં પણ વિશ્વાસ
શ્રદ્ધા રખાય ભગવાન ઉપર
સાચું જ્યોતિષ પણ છે એક વિજ્ઞાાન
બાકી વિધિ ના લખ્યા લેખ છે મહાન
ભવિષ્ય નો આધાર છે હાથ ની મહેનત મા
ના વિશ્વાસ રાખશો હાથની રેખાઓમા
ઉપર રહેલા નક્ષત્ર ને ગ્રહો છે જોજનો દૂર
ક્યાં છે એમની આગળ કોઈને નડવા નો વખત
કર્મો માં માને જે તેને જરૂર નથી કોઈ સહારા ની
સત્કર્મ કરવાને કોઈ મુહૂર્ત ની જરૂર હોતી નથી
સાચું જ્યોતિષ પણ છે એક વિજ્ઞાાન
એક હદ સુધી જ્યોતિષ ને સીમિત રાખીએ
તેને માથે ચઢાવવા ની કોઈ જરૂર નથી....