અશ્રુ
અશ્રુ રેલાઈ ગયા પછી નું હાસ્ય
જાણે વરસી ગયેલા વાદળોનો ઉજાસ લાગે.
સ્વપ્નાની રાખ પણ સાથે વહી રહી હશે
એમને એમ અશ્રુ ખારા ન લાગે.
સંબંધોને સંવેદનાની દોરીથી જકડી રાખે
હૈયાને હાથમાં રાખી, આંખો જો બોલવા લાગે.
હૈયાના દીપકને ઠારવા આંખોમાંથી મલ્હાર વહે
જાણે અશ્રુઓ નો ઉમટેલો સૈલાબ લાગે.
રંગબેરંગી સપનાઓ થી સૃષ્ટિને ભર્યું છે નયનોમાં
અંધ આંખો ને હવે તે નયનો નો ભાર લાગે.
ઉર્વશી એચ ત્રિવેદી