સોનેરી સવારનું સોનેરી શમણું,
જેમાં હતી તારી મારી યાદોની વાતો....
લઈને આવ્યું આંખોમાં નવી ચમકતી કિરણુ,
જેમાં હતો તારો અને મારો પ્રેમભર્યો સાથ,
આપ્યાં કોલ નિભાવીશુ જીવનભર સાથ,
સજાવીશુ અનેકો અરમાનો જીવનભર સાથ ,
રાખી હાથોમાં હાથ ફરીશુ જીવનભર સાથ,
સોનેરી સવારનું સોનેરી શમણું,
જેમાં હતી તારી મારી યાદોની વાતો....
રાજેશ્વરી