Gujarati Quote in Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્યોતિષ વિદ્યા એ પ્રાચીન સમયથી ચાલી આવી રહી છે. જેની નોંધ આપણા ધર્મગ્રંથો,મહાકાવ્યો, ઉપનિષદો, પૂરણો, સાહિત્ય,શસ્ત્રોમાં પણ છે. જ્યોતિષ વિદ્યા હિન્દુ ધર્મમાં જ નહિ પણ ઘણાબધા ધર્મોમાં અલગ-અલગ નામથી પ્રચલિત રહી ચૂકી છે. જો શ્રધ્ધા હોય તો વિશ્વાસપાત્ર વિદ્યા માનવામાં આવે છે.જ્યોતિષ વિદ્યા જાણવા માટે ખગોળશાસ્ત્ર ને જાણવું ખૂબ જરૂરી છે. વિશ્વમાં અવનવી શોધો જ્યોતિષ શાસ્ત્રની દેન છે. પ્રાચીન સમયમાં પણ રાજા અને મહારાજાઓ પોતાના સંતાનોનું ભવિષ્ય ભાંખવા માટે રાજ પુરોહિત, જ્યોતિષને બોલાવતાં હતાં તથા તેમના દરબારમાં જ્યોતિષની નિયુક્તિ પણ કરવામાં આવતી હતી. રામાયણ-મહાભારત શ્રેષ્ઠ ઉદાહરણ છે જેમાં વાલ્મિકી, તુલસીદાસ, સાંદિપની ૠષિ તેમજ વિશ્વામિત્ર જેવા ૠષિઓ પણ જ્યોતિષ વિદ્યા કૌશલ્યમાં પારંગત હતાં. કૌટિલ્ય, ચાણક્ય , ગણિતશાસ્ત્રી આર્યભટ્ટ પણ આ જ્યોતિષ વિદ્યા કલામાં વિદ્વાન હતાં. જ્યોતિષ શાસ્ત્ર જાણનાર વ્યક્તિઓને પંડિત, નિષ્ણાંતની ઉપાધિ પણ મળેલ છે. આર્યભટ્ટ એ 0 ની શોધ કરી એ પણ જ્યોતિષ વિદ્યાનું તત્વ છે. ભલે વૈજ્ઞાનિકો આ કલામાં ઓછો વિશ્વાસ ધરાવતાં હોય પણ સાયન્સ સાથે જ્યોતિષ વિદ્યા નો સીધો સંબંધ છે.
દા.ત સૂર્ય,મંગળ,ચંદ્ર,ગુરૂ જેવા ગ્રહો પરનું રિસર્ચ હોય કે ત્યાં જીવન જીવવાની શોધખોળની વાત હોય આ વિદ્યા વિજ્ઞાન સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. જ્યોતિષ વિદ્યા એ સામાજિક, આર્થિક, રાજકીય, ધાર્મિક, જેવાં મૂલ્યો સાથે જોડાયેલ વિદ્યા છે. જે દરેક વ્યક્તિઓની જરૂર છે. આ વિદ્યા આધારિત પ્રચાર-પ્રસાર માટે કેટલીક બૉલીવુડ મૂવીઓ પણ બની છે જેમાંની એક વૉટ ઈઝ યોર રાશિ ?


આધુનિક સમયમાં આપણાં ત્યાં વિદેશ કલચરનો ઉદય, ઉદ્દભવ અને વિકાસ થયો છે, જે કારણોસર આ કલા, વિદ્યા ને આપણે ભૂલીને મોર્ડન બની રહ્યાં છીએ..જ્યોતિષ વિદ્યા એ ધર્મ સાથે જોડાયેલી વિદ્યા છે. આજના સમયમાં આ વિદ્યાની હાંસી અને મજાક મોર્ડન વ્યક્તિઓ દ્રારા ઉડાડવામાં આવતી હોય છે જે અશોભનીય છે. જ્યોતિષ વિદ્યાનો બહિષ્કાર કરનાર લોકો ઈશ્વરીય શક્તિનો બહિષ્કાર કરી રહયા છે. જ્યોતિષ વિદ્યા દરેક વિષયનો અનુબંધ, સેતું, પુલ સમાન છે..


જ્યોતિષ વિદ્યાની ઝલક

નંબરોલોજી
ટેરોટ કાર્ડ
જન્મ કુંડળી
જન્માક્ષર
હસ્ત રેખા
મસ્તિસ્ત રેખા
રિંગ રૉર...વિગેરે

પંચાગ
તારીખ
સમય રેખા
ચોઘડિયા..... વિગેરે

માસ
સંવંત
ઋતુ....... વિગેરે

એસ્ટ્રોનોમી....હવામાન શાસ્ત્ર તમામ જ્યોતિષ વિદ્યા સાથે જોડાયેલ છે.


જ્યોતિષ વિદ્યાને એસ્ટ્રોલોજી પણ કહેવામાં આવે છે..જે જોનારને એસ્ટ્રોલોજર પણ કહેવાય છે ....


વિધિવત જ્યોતિષ વિદ્યાના સવાલો માટે સંપર્ક કરી શકો છો અને તમામ વસ્તુઓ જાણી શકો છો...

મનોવિજ્ઞાન અને વશીકરણ જેવા વિષયો પણ જ્યોતિષ વિદ્યાનો જ એક ભાગ છે.

જ્યોતિષ વિદ્યા વિષય એવો છે કે જાણીએ એટલું ઓછું પડે..

આભાર

#જ્યોતિષ

Gujarati Blog by અધિવક્તા.જીતેન્દ્ર જોષી Adv. Jitendra Joshi : 111582066
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now