Gujarati Quote in Blog by Janki Tandel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કયાં સુધી???
ડૂબતાને તરણાંનો સહારો જીવાડે તો ખરો પણ,
જીવન આખુ કોઈના સહારે જીવશું કયાં સુધી?
ધારે તો નવી કેડી જન્મશે તારા મહીંથી,
કોઈના પગલાં ને અનુસર્યા કરીશું કયાં સુધી?
ખુદના દોષો પારખે એવી નજર મુજને મળે,
બીજા તરફ આ આંગળી ચીંધ્યા કરીશું કયાં સુધી?
ચાલ આજે જાતને થોડી બદલી ને જોઈએ ,
સમય બદલાશે એવો દિલને દિલાસો કયાં સુધી?
-જાનકી ટંડેલ.

Gujarati Blog by Janki Tandel : 111581862
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now