દિકરી
નાની હતી
ખૂબ બોલતી
મા ટોકતી
*ચૂપ રહે,*
નાનાં છોકરાં બહુ ના બોલે!
કિશોરી બની
તોળીને બોલતી
છતાં મા કહેતી
*ચૂપ રહે,*
હવે તું નાની નથી!
યુવતી બની
મોં ખોલું
ત્યાં મા ઠપકારતી
*ચૂપ રહે,*
પારકા ઘરે જવાનું છે!
નોકરી કરવા ગઈ
સાચું બોલવા ગઈ
બોસ બોલ્યા
*ચૂપ રહો*
માત્ર કામમાં ધ્યાન આપો!
પુત્રવધૂ બની
બોલવા જાઉં
તો સાસુ ટપારતી
*ચૂપ રહો*
આ તમારું પિયર નથી!
ગૃહિણી બની
પતિને કાંઈ કહેવા જાઉં
પતિ ગુસ્સે થતો
*ચૂપ રહે,*
તને શું ખબર પડે!
માતા બની
બાળકોને કાંઈ કહેવા જાઉં
તો તે કહેતા
*ચૂપ રહે*
તને એ નહીં સમજાય!
જીવનની સાંજ પડી
બે બોલ બોલવા ગઈ
સૌ કહે
*ચૂપ રહો*
બધામાં માથું ના મારો!
વૃદ્ધા બની
મોં ખોલવા ગઈ
સંતાનો કહે
*ચૂપ રહે*
હવે શાંતિથી જીવ!
બસ........
આ ચૂપકીદીમાં
અંતરના ઊંડાણમાં
ઘણુંય સંઘરાયું છે
એ સઘળું
શબ્દોમાંઉજાગર કરવા જાઉં
ત્યાં સામે યમરાજા દેખાયા
તેણે આદેશઆપ્યો
*ચૂપ રહે,*
તારો અંત આવી ગયો!!!
એક સમય ની દિકરી સ્ત્રી તરીકે ચૂપ થઈ ગઈ..
હંમેશ માટે!!!!!
"Unknown"...