Gujarati Quote in Motivational by mim Patel

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હઝરત મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ નોકર ચાકર , મજૂર , અને કર્મચારીઓ સંબંધી ફરમાવે છે : તમારા નોકર ચાકરો તમારા ભાઈ છે જે માણસના ભાઈને અલ્લાહ તેના તાબા હેઠળ અને મોહતાજ બનાવે , તેનો માલિક બનાવે , તો તેણે પોતે જે ખાય તેવું જ એના નોકરને ખવડાવવું જોઈએ , અને પોતે જે પહેરે તેવું જ તેને પણ પહેરાવવું જોઈએ ! તેનાથી કોઈ એવું કામ ન લેવામાં આવે જે તેની શક્તિ બહાર હોય , જો તેનાથી એવું કોઈ કામ લેવાની જરૂર પડે તો પોતે પણ તેના કામમાં તેની મદદ કરે.

હદીસ શરીફમાં મજૂરની મજૂરી વહેલી તકે ઉતાવળે આપી દેવાની ઘણી તાકીદ પણ આવી છે.

મુહમ્મદ પયગમ્બર સલ્લલ્લાહુ અલયહે વસલ્લમ આ બાબતે ફરમાવે છે : તમો મજૂરની મજૂરી અને એનું મહેનતાણું એનો પરસેવો સુકાઈ જાય તે પહેલા આપી દેવો!

Gujarati Motivational by mim Patel : 111580047
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now