વિજયન્ત
પ્રથમ તું તારો ક્રમ કર, ને અથાગ પરિશ્રમ કર
સફળ થઈશ આમ સેજ પર સૂતા? , દૂર તારો ભ્રમ કર!!
બુઝાતા પહેલા પ્રજ્વલિત થતી ઝિંદાદિલ જ્વલંત મશાલ બન!
ને દાખલા આપે પેઢી આવનારી, એ દંતકથા રૂપી મિસાલ બન!!
એક જ ઠોકરે થતો હતાશ ,
પછી કેમ ના લડત લડતો,
જ્યારે શીખ્યો ડગ ભરતાં બચપણ માં,
અસંખ્ય વખત તો ત્યારે તું પડતો!
કર આલિંગન એ ડર ને,
જો કેવો ઝટપટ જશે પીગળી,
ને પોઢી ના શક્યો તું રાતો ની રાતો,
એ અંધકાર ને સૂરજ જશે નિગળી!
નવો દિવસ, નવી રાહ, નવી જિન્દગી એકરાર કર,
બન પ્રાણ-દાર, ધારદાર, ને વિજયન્ત બની વાર કર!!
- Atit shah