તમારું સ્થાન ક્યાં છે તમને દેખાડી શકું છું
તમે જ્યાં છો,હું ત્યાં બીજાને બેસાડી શકું છું
તમારો ખેલ મારી મરજીથી પાડી શકું છું
તમારી જીતની બાજી હું પલટાવી શકું છું
તમે સીતા નથી કે હું નથી કઇ રામ જેવો
તમે રાધા છો,હું ક્રિષ્ના બની ચાહી શકું છું
ટકોરા મારવા ગમતાં નથી દ્રારે ઉભીને
તમે ખોલો નહી તો લાત ફટકારી શકું છું
તમારો ગર્વ તમને હું મુબારક પાઠવું છું
વખત આવ્યે નજર સામે જ ઓગાળી શકું છું
ભલે ઉંચાંઇનો ફાંકો તમે રાખો મને શું?
જરૂરત હોય ત્યારે એને હું આંબી શકું છું
તમારી આંખમાં છો હું કણાની જેમ ખટકું
વખત આવ્યે ફૂલોનો સ્પર્શ હું આપી શકું છું
મહોતરમાં મને અભિમાનથી ચાહો છો સારું
એ ચાહતનાં લીધે કોલર ઉંચા રાખી શકું છું
–કવિ શ્રી નરેશ કે.ડૉડીયા જામનગર.