શા માટે...?
શા માટે
મારે તને સમજવું પડે કે
તું મારા માટે શું છે...?
શા માટે
મારે તને કેહવુ પડે કે
હું તને જ પ્રેમ કરું છું...?
શા માટે
મારું મૌન તને મારા માટે
ચિંતા નથી કરાવતું...?
શા માટે
મારે તને એ જતાવું પડે કે
હું તને બધાં થી પેહલા રાખું છું...?
શા માટે
મારા ગુસ્સા પાછળ ની
ચિંતા નથી દેખાતી...?
શા માટે
મારી આંખો માં તને
માત્ર એક તારા માટે પ્રેમ નથી દેખાતો...?
શા માટે
મારા શબ્દો ને પણ તું
ઘણી વખત સાંભળી ને ગણકાર નથી કરતો...?
શા માટે
મારા પ્રેમ પર મને ભરોસો ઉતરી
જાય એવું વર્તન કરે છે...?
શા માટે
તું મને એ એહસાસ કરાવે છે કે
મારો પ્રેમ તને હજી મારો નથી બનાવી શક્યો...?
શા માટે
પાસે હોવા છતાં પણ મન માં
ડર રહે છે તારા સાથે ના હોવાનો...?
શા માટે
મારે તારા પાસે પ્રેમ ની
માગણી કરવી પડે છે...?
શા માટે
આવી રીતે તારી હું ના થઈ શકી
જેમ તું મારા માટે થઈ ગયો...?
શા માટે
મારે આ બધું કેહવુ પડે...?
આ બધાં સવાલ કરવા પડે...?
#અસ્પષ્ટતા