"ફરીથી તારી એજ વાતો જે કદી મને ક્યાં સમજાય છે...
ક્યાંક તો સંવાદ અને સમજ વચ્ચે અંતર છે...
લાગણીઓને વાચા આપતી એક પણ ભાષા તને આવડતી નથી...
કોઈક વાર તો ખુલ્લા દિલે સ્વિકાર કર અથવા,ના કહીં દે ...
પ્રેમથી પ્રેમને ના કહી દેતી હોય તો પણ બરાબર છે પણ આ તો અંતરના અવાજને પણ વાચા નથી આપતી...
આવો તો પ્રતિભાવ હોતો હશે..." આનંદ બોલ્યો
એક સ્મિત સાથે બેબાકળા આનંદ ને ફરીથી અસ્પષ્ટ અનુભુતિ સાથે છોડી અદિતિએ આંખો બંધ કરી ...
જો સ્પષ્ટતા કરી હોત અદિતિએ, પોતાના પ્રેમની અને પોતાના હૃદયમાં પાંગરતા પ્રેમ સાથે સૂક્ષ્મ છિદ્ર વિશે તો શું આનંદ અર્ધજીવિત ,અકાળે પોતાને છોડી જવાની કુદરતનાં કરુણ અંજામ ને અસ્પષ્ટતા જ સમજતો કે પોતે અસ્પષ્ટ સંબંધ રાખી અદિતિને વેઠતો...
#અસ્પષ્ટતા