બંને ના હસ્તમેળાપ થી બનેલી લગ્ન રુપી વાનગી ,
આવ જરા એકલા બેસીને વાગોળીયે વાતો ખાનગી ,
તારી પહેલી મુલાકાત ની મધુર મિઠાશ ,
નજર ઝુકાવી ને મેળવેલી એ સુવાસ .
તને મનાવવા માટે કરેલી મહેનત ની તુરાશ,
ગુસ્સા ભરી તારી વાતો ની તીખાશ.
પ્રેમ સબંધ મા ક્યારેક આવેલી એ ખાટાશ,
ને લાગણી થી વહેલા તારા આંસુઓ ની ખારાશ.
આ બધા સ્વાદ થી રંધાઇ છે આપના સ્વાદિષ્ટ લગ્ન જીવન ની વાનગી.
#સ્વાદિષ્ટ