ભૂલ આપણી પોતાની જોવી મુશ્કેલ કેટલું!
જોયા પછી એને દૂર હટાવવી મુશ્કેલ કેટલું!
દોષ બીજાના જોઈ કાગારોળ કરતા આપણે,
ઢાંકપિછોડો કે આમ ગણાવવી મુશ્કેલ કેટલું !
કેટલી કાળજી લઈએ છીએ બીજાની સદા,
આપણી નિજની એટલી લેવી મુશ્કેલ કેટલું!
છે તફાવત ભૂલ અને ગુનામાં ઘણોબધોને,
કહેવું, રોકવું, ટોકવું પણ ભૂલવી મુશ્કેલ કેટલું?
કોણે નથી કરી ભૂલ જે કૈંક કરી ગયા સારું,
આખરે નીરક્ષીર વૃત્તિ કેળવવી મુશ્કેલ કેટલું?
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.