મટી જવાની ,ખ્વાહિશ દિલ માં હોય છે
ખરેખર, તરી જવા માટે, ચાહત હોય છે;
ખેલ છે અટપટો છે, દર્દ એ ગમ જિંદગી,
ઝખ્મો થાય મરહમી ત્યારે રાહત હોય છે;
તપન બહું જ છે, દરિયા ના દિલે ખરેખર,
વડવાનલ ઉકળ્યો ,દિલને આહત હોય છે;
પ્રેમ ગલી સાંકેતિક શબ્દ સાંકડી કહેવાય,
છતાં પ્રયાસ બેઉ જણ , હતાહત હોય છે.
સુખદુઃખ મનમાં, સ્વાભાવિક પ્રકૃતિ જન્ય,
આનંદ શબ્દ સમજણ, અનાહત હોય છે;