#યુદ્ધ ક્યાં મારું ને તમારું છે
આ તો એ અંતર આત્મા નું છે
જે કરવા માંગે કંઈક બીજું
ને કરાવે કંઈક બીજું જ છે
જે બાંધે પહેલા મોહ જાળમાં
ને પછી ગીતા નો પાઠ ભણાવે છે
જો જાણે જ છે તું બઘું
તો શું કામ આવા ઊંધા પાઠ ભણાવે છે
દિલ ને ક્યાં દિલ થી પણ કામ લેવા દે છે
મન ને દિલ જોડે લડાયા વિના શાંતિ થી ક્યાં જંપવા દે છે
જાણું છું તું અમર છે આ જગમાં
તો પછી મને દર્દ પહોંચાડી તને શું મજા આવે છે