Gujarati Quote in Blog by SUNIL ANJARIA

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણાં જય વસાવડાએ એક અત્યંત વયસ્ક માજી ચિત્રો દોરી પોતાની સંસ્કૃતિનો પ્રચાર કરે છે એ પોસ્ટ જોઈ. વાત ઉંમરનો બાધ ઇચ્છાશક્તિને નડે નહીં એ હતી. પણ, આ માજી પરથી સ્વ. બકુલ ત્રિપાઠીએ એક દાખલો કહેલો તે વાત યાદ આવી. એક માજી તેમને અમેરિકામાં મળેલાં. 73 વર્ષની ઉંમરે પણ સશક્ત અને શોખ રમતગમતનો. ક્યારેક કોલેજમાં રમેલા પણ ઘર છોકરાં ની જંજાળ માં મુકાઈ ગયેલું. તેઓ સ્થાનિક ટેનિસ મેચ માં જીત્યાં પણ ખરાં.
પછીની વાત વિચિત્ર હોઈ મને યાદ રહી ગઈ છે. માજીને ડબલ્સ રમવા પેરની જરૂર પડી. એક 35 નીચેનો, તેમનાથી અર્ધી ઉંમરનો યુવાન તેમની પેર બન્યો. કેટલુંક તો માજીએ તેને શીખવવું પડ્યું. એકાદ વાર મોટી જીત મેળવી એના ઉમંગમાં મા એ માજીએ એ સાથી પ્લેયરને પાર્ટી આપી. ડીનર, ડ્રિન્ક. પછી યુવકને વાતો કરવા ઘેર લઈ ગયાં. પુત્ર હોય તો કેવડો હોય! એવડી ઉંમરના એ સાથીએ ત્યાં કરે કે આવામાં કરવાનું સમજે તેવી અતિ અઘટિત માગણી કરી. બકુલ ત્રિપાઠી એક ક્ષણ મનમાં કહે માજી મુકો આ બધું ને અમારે ત્યાં હોય એમ રાધે કૃષ્ણ નહીં તો જીસસ જપો. પછી એમણે જ હલ કાઢ્યું કે તેને એ જ બેટથી ફટકારવા કરતાં એનાથી દૂર થઈ સિંગલ્સ રમવા મંડો અને બીજી પેર કોઈ સ્ત્રી, તમારી જેવડી નહિ તો થોડી વયસ્ક ને તૈયાર કરો. આ તેમણે સોમવારની સવારે માં પણ લખેલું. (તેઓ , શ્રી બકુલ ત્રિપાઠી મેનેજમેન્ટ પ્રોફેસર સાથે હાસ્યલેખક હતા)

Gujarati Blog by SUNIL ANJARIA : 111574958
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now