આજે ડગલેને પગલે સાવધાની રાખવી જરુરી.
અનુભવીની વાત નાનામાં નાની રાખવી જરુરી.
ચારેકોર ઊભરાય છે વિકૃતિ માનવ જાત તણી,
જીવનમાં એકાદ બે વાત છાની રાખવી જરુરી.
કૈંક કરી છૂટ્યા છે જેઓ કુટુંબ કે સમાજ માટે,
છીએ વારસ એના એ નિશાની રાખવી જરુરી.
ચેતતો નર સુખી થાય છે સદા આગમચેતી થકી,
ક્યારેક સ્વજનો સાથે મિજબાની રાખવી જરુરી.
બહુ બોજ માથે લઈને ફરવા જેવું નથી ' દીપક'
હસતાં હરખતાં જિંદગી મસ્તાની રાખવી જરુરી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#સાવધાની