નિત નયન ભીનાં થશે કરી તારી હૂફની યાદને
તારા સાથથી હતું જીવન મારું સુખ માંગલ્યનું
ઘડીકનો જ સાથ આપી ચિરવિદાય લીધી તે
મળી હતી ઘડી બે ઘડી સમૃદ્ધિ તારા સૌભાગ્યની
તને સ્મરણવા અખંડ રહશે હ્રુદય સ્થાન મારું
વિકસતું દુઃખ અંતનું કોઈ સ્વજન કદી ન પૂરશે.
કહું છું ભીનાં નયને મારાં જ નયનને થંભો જરા,
કંથ વીના જીવન જીવીશ એના અંશને ઉછેરવા
#વિધવા