વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું ટાઢું,
કયા ફેફસાંમાંથી હું આગ કાઢું?
પવન જોઈએ જે અગનને જીવાડે,
તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે?
સમય, શબ્દ ને અર્થની બહાર આવી,
બધી ઈચ્છા ત્યાગી ને હોવું વટાવી,
ઊભો છું ક્ષિતિજપારના આ મુકામે,
તમે ક્યાંના ક્યાં જઈને બેઠા છો આજે..!
વિવેક ટેલર