છેલ્લા 25 વર્ષ થી એક જડબેસલાક પીંજરા મા બંધ રહ્યા હતા એના શ્વાસ, ના ખુલી ને હતી કે ના કોઈ સાથે વાત કરી શકતી.
મમ્મી પપ્પા ને ફોન પણ અઠવાડિયામાં એક જ વાર અને એ પણ પતિ ની હાજરીમાં જ
લવમેરેજ ની સજા હતી જાણે કે,
છેલ્લા સાત વર્ષથી તો દારુ ના નશામાં થતી મારપીટ ની આદત થઈ ગઈ હતી.
આજે ત્રણ મહિના થયા પતિ ના મૃત્યુ ને, આખી દુનિયા એકલી નિરાધાર વિધવા કહી દયા ખાઇ રહી હતી ત્યારે ખબર નહીં કેમ પરંતુ તેના મનમાં ઉંડે ઉંડે એક શાંતિ એક આઝાદી નો અનુભવ થઇ રહ્યો હતો .
જૂના બધા શોખ અને ઇચ્છા જાણે ફરી ઝગમગી ઉઠ્યા અને હોઠો પર શબ્દો ફૂટી નીકળ્યા
"" તૂટ્યું પિંજર
આઝાદ પંખી
અને ખુલ્લુ છે આકાશ
ચાલ ને મનવા
ભરી લઇએ
ફરી મુક્ત એક ઉડાન ""
#વિધવા