#વિધવા
વિધવા શબ્દ અભિશાપ જેવો છે...
વિધવા શબ્દ પુરુષપ્રધાન સમાજ ની સાબિતી પૂરે છે
સ્ત્રી સશક્તિકરણ ની વાતો થતી હોય ત્યાં વિધવા શબ્દ ને નાબૂદ કરવો ખૂબ ખૂબ જરૂરી છે બાકી વાતો પોકળ કહેવાય
પતિ ના મૃત્યુ પાછળ સ્ત્રી આખી જિંદગી સફેદ સાડી અને શૃંગાર વગર વિતાવે તે ક્યાં નો ન્યાય છે??
મને એક એવો વિધુર બતાવો જે આખી જિંદગી વિધવા જે ત્યાગ આપે છે તેઓ ત્યાગ આપ્યો હોય???
તો વિધવા સ્ત્રી ને આટલી બંધન માં શું કામ રાખવા ની???
સમાજ જેમ દીકરી કે સ્ત્રી ના સશકતિકરણ વાતો કરી આગળ લાવવા માંગે છે તેમ વિધવા સ્ત્રી માટે પણ સમાજે આગળ આવી તેને સન્માન ભેર જીવી શકે તે માટે કાર્યો કરવા જોઈએ
વિધવા માટે નો દ્રષ્ટિકોણ સંપૂર્ણ પણે બદલવો જોઈ એ
વિધવા એક બિચારી બાઈ તરીકે નહીં પરંતુ એક મજબૂત સ્ત્રી તરીકે સ્થાન મળવું જોઈએ અને સમાજ મા સન્માનભેર જીવી શકે તેવું વાતાવરણ ઊભું કરવું જોય...
વિધવા શબ્દ નાબૂદ થવો જોઈએ એવું મારું દિલ થી માનવું છે...