દ્રશ્ય હતું મારી સામે એક, ઉઠતાની સાથે એ અદ્રશ્ય થઈ જશે એવી ક્યાં ખબર હતી,
ઊડવુંતું આકાશમાં પણ સવાર ઝાકળ સાથે લઈને આવશેને બધું અદ્રશ્ય થઈ જશે એવી ક્યાં ખબર હતી,
લક્ષ્ય રાખ્યુંતું ઊંચુ પણ કોઈ ઉડવા નહીં દે એવી ક્યાં ખબર હતી,
મારી મંઝિલનું દ્રશ્ય હતું એક દમ ચોખ્ખું પણ અંધકારભરી આ જીંદગીમાં એ અદ્રશ્ય થઈ જશે એવી ક્યાં ખબર હતી..
#દ્રશ્ય