કેમ કરીને ઉશ્કેરાઈ છે લાગણી એ વિચારું છું,
કેમ બદલે છે પળમાં વ્યહવાર એ વિચારું છું.
છે સ્મૃતિમાં એ તમામ વાતો હું જરૂર કરીશ જ,
થઇ છે સ્મૃતિભ્રંશ એ વાત હું પહેલાં વિચારું છું.
કરવા સામનો, ઉભા છે કતારે પારકા ને પોતાના,
આજે કોણ હરાવશે મને,બસ હું એ જ વિચારું છું.
બીજું તો પછી, પહેલા પેટની આગનું વિચારું છું,
સુધારું કેમ ઘરની હાલત એ પહેલા વિચારું છું.
#Kavydrishty
-વિજય રાવલ