પ્રતિક્ષા
પાલવ ની પ્રતિક્ષા વિખરાઈ
જોઈને કરમાયેલા ફુલાે તારા.
રોજ હેત થી વરસતી ફાેરમ,
મારા રોમ-રોમને આજ નકારે.
પ્રત્યક્ષતાની ઉપસ્થિતિ તારી
છતાંયે,જાણે દર્શન નવ થતું.
મનમાં ખિલેલ કમળ જાણે,
રડી-રડી મૂંરઝાતુ..
ખાલી પાલવ નો ભાર,
નવ મારા થકી ઉચકાતાે .
પૂછી જોયું પવનને પણ,
આજ ગીત કેમ નથી ગાતો?
આવે છે તુજ શબ્દ ને ,
મને દુઃખી કરી જાતો.
કેમ સમજાવું મનને મારે,
આતે કેવો નાતો!?..
- ડૉ. સરિતા (માનસ)