ચાના બહાને એકાદ મુલાકાત રાખજો.
છો સ્નેહી તો પછી મારી વાત રાખજો.
મળી લઈએ છીએ આજે તો સલામત,
સ્વપ્નમાં શકું આવી એવી રાત રાખજો.
ભેળા થવાનીને રહેવાની એક મઝા છે,
ભીતરમાં એકાદ અમારી ભાત રાખજો.
મિલાવ્યો હાથ તો સાથ નહીં છોડીએ,
ઊભા રહેશું પડખે હો નિરાંત રાખજો.
આજમાં સમાવી દઈએ કાલ આવતી,
વર્તમાન વધાવી અરુણું પ્રભાત રાખજો.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.